Quran Apps in many lanuages:

Surah At-Taghabun Ayahs #13 Translated in Gujarati

يَوْمَ يَجْمَعُكُمْ لِيَوْمِ الْجَمْعِ ۖ ذَٰلِكَ يَوْمُ التَّغَابُنِ ۗ وَمَنْ يُؤْمِنْ بِاللَّهِ وَيَعْمَلْ صَالِحًا يُكَفِّرْ عَنْهُ سَيِّئَاتِهِ وَيُدْخِلْهُ جَنَّاتٍ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۚ ذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ
જે દિવસે તમને સૌને તે ભેગા થવાના દિવસે ભેગા કરશે, તે જ આ દિવસ છે હાર-જીતનો. અને જે વ્યક્તિ અલ્લાહ પર ઇમાન લાવી સદકાર્યો કરે અલ્લાહ તેનાથી તેની બુરાઇઓ દૂર કરી દેશે. અને તેને જન્નતોમાં દાખલ કરશે, જેની નીચે નહેરો વહી રહી છે, જેમાં તેઓ હંમેશા હંમેશ રહેશે, આ જ ભવ્ય સફળતા છે
وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَٰئِكَ أَصْحَابُ النَّارِ خَالِدِينَ فِيهَا ۖ وَبِئْسَ الْمَصِيرُ
અને જે લોકોએ ઇન્કાર કર્યો અને અમારી આયતોને જુઠલાવી તે જ (બધા) જહન્નમી છે, (જેઓ) જહન્નમમાં હંમેશા રહેશે. તે ખુબ જ ખરાબ ઠેકાણું છે
مَا أَصَابَ مِنْ مُصِيبَةٍ إِلَّا بِإِذْنِ اللَّهِ ۗ وَمَنْ يُؤْمِنْ بِاللَّهِ يَهْدِ قَلْبَهُ ۚ وَاللَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
કોઇ પરેશાની અલ્લાહ ની રજા વગર નથી આવી શકતી, જે અલ્લાહ પર ઇમાન લાવે અલ્લાહ તેને સત્ય માર્ગદર્શન આપે છે અને અલ્લાહ દરેક વસ્તુને ખુબ જ જાણવાવાળો છે
وَأَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ ۚ فَإِنْ تَوَلَّيْتُمْ فَإِنَّمَا عَلَىٰ رَسُولِنَا الْبَلَاغُ الْمُبِينُ
(લોકો) અલ્લાહનું કહેવું માનો અને પયગંબરનું પણ કહેવું માનો, બસ ! જો તમે મોઢું ફેરવો તો અમારા પયગંબરના શિરે ફકત સ્પષ્ટ પહોંચાડી દેવાનું છે
اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۚ وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ
અલ્લાહના સિવાય કોઇ સાચો મઅબૂદ નથી અને ઇમાનવાળાએ ફકત અલ્લાહ પર ભરોસો રાખવો જોઇએ

Choose other languages: