Quran Apps in many lanuages:

Surah Ar-Rum Ayahs #22 Translated in Gujarati

وَلَهُ الْحَمْدُ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ وَعَشِيًّا وَحِينَ تُظْهِرُونَ
દરેક પ્રકારની પ્રશંસાનો હકદાર, આકાશ અને ધરતીમાં ફક્ત તે (અલ્લાહ) છે. બપોર અને રાત્રિના સમયે પણ. (તેની પવિત્રતાનું વર્ણન કરતા રહો)
يُخْرِجُ الْحَيَّ مِنَ الْمَيِّتِ وَيُخْرِجُ الْمَيِّتَ مِنَ الْحَيِّ وَيُحْيِي الْأَرْضَ بَعْدَ مَوْتِهَا ۚ وَكَذَٰلِكَ تُخْرَجُونَ
તે (અલ્લાહ) જ જીવિતને મૃત માંથી અને મૃતને જીવિત માંથી કાઢે છે અને તે જ ધરતીને તેના મર્યા પછી જીવિત કરે છે, આવી જ રીતે તમને (પણ) ઉઠાડવામાં આવશે
وَمِنْ آيَاتِهِ أَنْ خَلَقَكُمْ مِنْ تُرَابٍ ثُمَّ إِذَا أَنْتُمْ بَشَرٌ تَنْتَشِرُونَ
અલ્લાહની નિશાનીઓ માંથી છે કે તેણે તમારું સર્જન માટી વડે કર્યું, પછી તમે માનવી બનીને ફેલાઇ ગયા છો
وَمِنْ آيَاتِهِ أَنْ خَلَقَ لَكُمْ مِنْ أَنْفُسِكُمْ أَزْوَاجًا لِتَسْكُنُوا إِلَيْهَا وَجَعَلَ بَيْنَكُمْ مَوَدَّةً وَرَحْمَةً ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِقَوْمٍ يَتَفَكَّرُونَ
અને તેની નિશાનીઓ માંથી છે કે તમારા માંથી જ તમારી પત્નીઓનું સર્જન કર્યું, જેથી તમે તેમના દ્વારા શાંતિ મેળવો, તેણે તમારી વચ્ચે પ્યાર અને સહાનુભૂતિ મૂકી દીધી, ખરેખર ચિંતન કરનારાઓ માટે આમાં ઘણી નિશાનીઓ છે
وَمِنْ آيَاتِهِ خَلْقُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَاخْتِلَافُ أَلْسِنَتِكُمْ وَأَلْوَانِكُمْ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِلْعَالِمِينَ
અને તેની નિશાનીઓ માંથી આકાશો અને ધરતીનું સર્જન અને તમારી ભાષાઓ અને રંગોનો તફાવત (પણ) છે, બુદ્ધિશાળી લોકો માટે આમાં ખરેખર ઘણી નિશાનીઓ છે

Choose other languages: