Quran Apps in many lanuages:

Surah An-Nisa Ayahs #44 Translated in Gujarati

إِنَّ اللَّهَ لَا يَظْلِمُ مِثْقَالَ ذَرَّةٍ ۖ وَإِنْ تَكُ حَسَنَةً يُضَاعِفْهَا وَيُؤْتِ مِنْ لَدُنْهُ أَجْرًا عَظِيمًا
નિ:શંક અલ્લાહ તઆલા લેશ માત્ર પણ અત્યાચાર નથી કરતો અને જો સત્કાર્ય હોય તો તેને બમણું કરી દે છે અને ખાસ પોતાની પાસેથી ઘણો જ મોટો સવાબ આપે છે
فَكَيْفَ إِذَا جِئْنَا مِنْ كُلِّ أُمَّةٍ بِشَهِيدٍ وَجِئْنَا بِكَ عَلَىٰ هَٰؤُلَاءِ شَهِيدًا
બસ ! શી દશા થશે, જે સમયે દરેક કોમ માંથી એક સાક્ષી અમે લાવીશું અને તમને તે લોકો પર સાક્ષી બનાવીને લાવીશું
يَوْمَئِذٍ يَوَدُّ الَّذِينَ كَفَرُوا وَعَصَوُا الرَّسُولَ لَوْ تُسَوَّىٰ بِهِمُ الْأَرْضُ وَلَا يَكْتُمُونَ اللَّهَ حَدِيثًا
જે દિવસે ઇન્કાર કરનારાઓ અને પયગંબરની અવજ્ઞા કરનારાઓ ઇચ્છા કરશે કે કાશ ! તેઓને ધરતીમાં જ દબાવી દેવામાં આવતા અને અલ્લાહથી કોઇ વાત છૂપાવી નહીં શકે
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَقْرَبُوا الصَّلَاةَ وَأَنْتُمْ سُكَارَىٰ حَتَّىٰ تَعْلَمُوا مَا تَقُولُونَ وَلَا جُنُبًا إِلَّا عَابِرِي سَبِيلٍ حَتَّىٰ تَغْتَسِلُوا ۚ وَإِنْ كُنْتُمْ مَرْضَىٰ أَوْ عَلَىٰ سَفَرٍ أَوْ جَاءَ أَحَدٌ مِنْكُمْ مِنَ الْغَائِطِ أَوْ لَامَسْتُمُ النِّسَاءَ فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا صَعِيدًا طَيِّبًا فَامْسَحُوا بِوُجُوهِكُمْ وَأَيْدِيكُمْ ۗ إِنَّ اللَّهَ كَانَ عَفُوًّا غَفُورًا
હે ઈમાનવાળાઓ ! જ્યારે તમે નશામાં હોય તો નમાઝની નજીક પણ ન જાઓ, જ્યાં સુધી પોતાની વાતને સમજવા ન લાગો અને નાપાકીની અવસ્થામાં, જ્યાં સુધી સ્નાન ન કરી લો, હાં જો તમને (મસ્જિદ માંથી પસાર થવું પડે) તો કોઇ વાંધો નથી અને જો તમે બિમાર હોય અથવા મુસાફરીમાં હોય અથવા તમારા માંથી કોઇ કુદરતી હાજતથી આવે અથવા તમે પત્નીઓ સાથે સમાગમ કર્યું હોય અને તમને પાણી ન મળે તો સાફ માટી વડે પવિત્રતા પ્રાપ્ત કરો અને પોતાના ચહેરા તથા હાથ પર ફેરવી લો, નિ:શંક અલ્લાહ તઆલા માફ કરનાર, દરગુજર કરનાર છે
أَلَمْ تَرَ إِلَى الَّذِينَ أُوتُوا نَصِيبًا مِنَ الْكِتَابِ يَشْتَرُونَ الضَّلَالَةَ وَيُرِيدُونَ أَنْ تَضِلُّوا السَّبِيلَ
શું તમે તેઓને નથી જોયા ? જેમને કિતાબનો કેટલોક ભાગ આપવામાં આવ્યો છે, તે પથભ્રષ્ટતાને ખરીદે છે અને ઇચ્છે છે કે તમે પણ માર્ગથી ભટકી જાઓ

Choose other languages: