Quran Apps in many lanuages:

Surah An-Najm Ayahs #29 Translated in Gujarati

فَلِلَّهِ الْآخِرَةُ وَالْأُولَىٰ
અલ્લાહના જ હાથમાં છે આ જગત અને તે જગત
وَكَمْ مِنْ مَلَكٍ فِي السَّمَاوَاتِ لَا تُغْنِي شَفَاعَتُهُمْ شَيْئًا إِلَّا مِنْ بَعْدِ أَنْ يَأْذَنَ اللَّهُ لِمَنْ يَشَاءُ وَيَرْضَىٰ
અને ઘણા ફરિશ્તાઓ આકાશોમાં છે જેઓની શિફારીશ કંઇ પણ ફાયદો નહીં પહોચાડી શકે, પરંતુ આ અલગ વાત છે કે અલ્લાહ તઆલા પોતાની ખુશી અને પોતાની ઇચ્છા પ્રમાણે જેને ઇચ્છે પરવાનગી આપી દે
إِنَّ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ لَيُسَمُّونَ الْمَلَائِكَةَ تَسْمِيَةَ الْأُنْثَىٰ
નિ:શંક જે લોકો આખિરત પર ઇમાન નથી લાવતા તેઓ ફરિશ્તાઓને સ્ત્રીઓના નામ આપી દે છે
وَمَا لَهُمْ بِهِ مِنْ عِلْمٍ ۖ إِنْ يَتَّبِعُونَ إِلَّا الظَّنَّ ۖ وَإِنَّ الظَّنَّ لَا يُغْنِي مِنَ الْحَقِّ شَيْئًا
જો કે તેઓને આ વિશે કંઇ પણ જ્ઞાન નથી. તેઓ ફકત પોતાની કલ્પના જ કરી રહ્યા છે. અને નિ:શંક કલ્પના સત્ય સામે કંઇ કામ નથી આવતી
فَأَعْرِضْ عَنْ مَنْ تَوَلَّىٰ عَنْ ذِكْرِنَا وَلَمْ يُرِدْ إِلَّا الْحَيَاةَ الدُّنْيَا
તો તમે તેમનાથી મોઢું ફેરવી લો, જે અમારા સ્મરણથી મોઢું ફેરવે અને જેમની ઇચ્છા ફકત દૂન્યવી જીવન સિવાય કંઇ જ નથી

Choose other languages: