Quran Apps in many lanuages:

Surah Al-Mulk Ayahs #16 Translated in Gujarati

إِنَّ الَّذِينَ يَخْشَوْنَ رَبَّهُمْ بِالْغَيْبِ لَهُمْ مَغْفِرَةٌ وَأَجْرٌ كَبِيرٌ
નિ:શંક જે લોકો પોતાના પાલનહારથી વિનાદેખે ડરતા રહે છે તેમના માટે ક્ષમા છે અને ભવ્ય સવાબ છે
وَأَسِرُّوا قَوْلَكُمْ أَوِ اجْهَرُوا بِهِ ۖ إِنَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ
તમે પોતાની વાતોને છુપાવો અથવા તો જાહેર કરો, તે તો હૃદયોના ભેદોને પણ ખુબ જ સારી રીતે જાણે છે
أَلَا يَعْلَمُ مَنْ خَلَقَ وَهُوَ اللَّطِيفُ الْخَبِيرُ
શું તે જ ન જાણે, જેણે સર્જન કર્યુ ? ફરી તે ખૂબ જ જાણકાર છે
هُوَ الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ ذَلُولًا فَامْشُوا فِي مَنَاكِبِهَا وَكُلُوا مِنْ رِزْقِهِ ۖ وَإِلَيْهِ النُّشُورُ
તે હસ્તી જેણે તમારા માટે જમીનને નિમ્ન અને આજ્ઞાવર્તી બનાવી દીધી, જેથી તમે તેના રસ્તાઓ પર હરતા ફરતા રહો અને અલ્લાહની રોજીમાં થી ખાઓ (પીઓ), તેની જ તરફ (તમારે) જીવિત થઇ ઉભુ થવાનું છે
أَأَمِنْتُمْ مَنْ فِي السَّمَاءِ أَنْ يَخْسِفَ بِكُمُ الْأَرْضَ فَإِذَا هِيَ تَمُورُ
શું તમે એ વાતથી પણ નિર્ભય થઇ ગયા છો કે આકાશોવાળો તમને જમીનમાં ધસાવી દે અને એકાએક જમીન ડગમગી જાય

Choose other languages: