Quran Apps in many lanuages:

Surah Al-Jinn Ayahs #28 Translated in Gujarati

قُلْ إِنْ أَدْرِي أَقَرِيبٌ مَا تُوعَدُونَ أَمْ يَجْعَلُ لَهُ رَبِّي أَمَدًا
કહી દો કે મને ખબર નથી કે જેનું વચન તમને આપવામાં આવે છે, તે નજીક છે અથવા મારો પાલનહાર તેના માટે દૂરનો સમય નક્કી કરશે
عَالِمُ الْغَيْبِ فَلَا يُظْهِرُ عَلَىٰ غَيْبِهِ أَحَدًا
તે અદૃશ્યને જાણવાવાળો છે અને તે પોતાના અદૃશ્યની જાણ કોઈને કરતો નથી
إِلَّا مَنِ ارْتَضَىٰ مِنْ رَسُولٍ فَإِنَّهُ يَسْلُكُ مِنْ بَيْنِ يَدَيْهِ وَمِنْ خَلْفِهِ رَصَدًا
સિવાય તે પયગંબરના, જેને તે પસંદ કરી લે, પરંતુ તેની આગળ-પાછળ પણ ચોકીદાર નક્કી કરી દે છે
لِيَعْلَمَ أَنْ قَدْ أَبْلَغُوا رِسَالَاتِ رَبِّهِمْ وَأَحَاطَ بِمَا لَدَيْهِمْ وَأَحْصَىٰ كُلَّ شَيْءٍ عَدَدًا
જેથી તેમના પાલનહારના આદેશોને પહોંચાડવાની જાણ થઇ જાય, અલ્લાહ તઆલાએ તેમની આજુબાજુ (ની દરેક વસ્તુઓ) ને ઘેરામાં લઇ રાખી છે અને દરેક વસ્તુને ગણી રાખેલ છે

Choose other languages: