Quran Apps in many lanuages:

Surah Al-Hashr Ayahs #4 Translated in Gujarati

سَبَّحَ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۖ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ
આકાશો અને ધરતીની દરેક વસ્તુઓ અલ્લાહ તઆલા ની પવિત્રતાનું વર્ણન કરે છે, તે પ્રબળ અને હિકમતવાળો છે
هُوَ الَّذِي أَخْرَجَ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ مِنْ دِيَارِهِمْ لِأَوَّلِ الْحَشْرِ ۚ مَا ظَنَنْتُمْ أَنْ يَخْرُجُوا ۖ وَظَنُّوا أَنَّهُمْ مَانِعَتُهُمْ حُصُونُهُمْ مِنَ اللَّهِ فَأَتَاهُمُ اللَّهُ مِنْ حَيْثُ لَمْ يَحْتَسِبُوا ۖ وَقَذَفَ فِي قُلُوبِهِمُ الرُّعْبَ ۚ يُخْرِبُونَ بُيُوتَهُمْ بِأَيْدِيهِمْ وَأَيْدِي الْمُؤْمِنِينَ فَاعْتَبِرُوا يَا أُولِي الْأَبْصَارِ
તે જ છે જેણે ગ્રંથવાળો માંથી ઇન્કારીઓને, તેમના ઘરો માંથી પ્રથમ ચુકાદાના સમયે કાઢી મુકયા, તમારી કલ્પના (પણ) ન હતી કે તેઓ નીકળશે અને તેઓ પોતે (પણ) સમજી રહ્યા હતા કે તેમના (મજબૂત) કિલ્લા તેઓને અલ્લાહ (ની યાતના) થી બચાવી લેશે, બસ ! તેઓના પર અલ્લાહ (ની યાતના) એવી જગ્યાએથી આવી પહોંચી કે તેમને કલ્પના પણ ન હતી, અને તેમના હૃદયોમાં અલ્લાહએ ડર નાખી દીધો, તેઓ પોતાના ઘરોને પોતાના જ હાથો વડે વિરાન કરી રહ્યા હતા અને મુસલમાનોના હાથો વડે (બરબાદ કરાવી રહ્યા હતા), બસ ! હે જોનારાઓ શિક્ષા ગ્રહણ કરો
وَلَوْلَا أَنْ كَتَبَ اللَّهُ عَلَيْهِمُ الْجَلَاءَ لَعَذَّبَهُمْ فِي الدُّنْيَا ۖ وَلَهُمْ فِي الْآخِرَةِ عَذَابُ النَّارِ
અને જો અલ્લાહ તઆલાએ તેઓના પર દેશનિકાલને લખી ન દીધું હોત તો ચોક્કસ પણે તેઓને દુનિયામાં જ સજા આપતો, અને આખેરતમાં (તો) તેઓ માટે આગની સજા તો છે જ
ذَٰلِكَ بِأَنَّهُمْ شَاقُّوا اللَّهَ وَرَسُولَهُ ۖ وَمَنْ يُشَاقِّ اللَّهَ فَإِنَّ اللَّهَ شَدِيدُ الْعِقَابِ
આ એટલા માટે કે તેઓએ અલ્લાહ તઆલા અને તેના પયગંબર વિરોધ કર્યો અને જે પણ અલ્લાહ નો વિરોધ કરશે તો અલ્લાહ તઆલા પણ સખત સજા આપનાર છે

Choose other languages: