Quran Apps in many lanuages:

Surah Al-Furqan Ayahs #33 Translated in Gujarati

لَقَدْ أَضَلَّنِي عَنِ الذِّكْرِ بَعْدَ إِذْ جَاءَنِي ۗ وَكَانَ الشَّيْطَانُ لِلْإِنْسَانِ خَذُولًا
તેણે તો મને મારી પાસે શિખામણ આવ્યા પછી પથભ્રષ્ટ કરી દીધો અને શેતાન માનવીને દગો આપનાર છે
وَقَالَ الرَّسُولُ يَا رَبِّ إِنَّ قَوْمِي اتَّخَذُوا هَٰذَا الْقُرْآنَ مَهْجُورًا
અને પયગંબર કહેશે, કે હે મારા પાલનહાર ! નિ:શંક મારી કોમના લોકોએ આ કુરઆનને છોડી દીધું હતું
وَكَذَٰلِكَ جَعَلْنَا لِكُلِّ نَبِيٍّ عَدُوًّا مِنَ الْمُجْرِمِينَ ۗ وَكَفَىٰ بِرَبِّكَ هَادِيًا وَنَصِيرًا
અને આવી જ રીતે અમે દરેક પયગંબરના શત્રુ થોડાંક અપરાધીઓને બનાવી દીધા છે. અને તારો પાલનહાર જ માર્ગદર્શન આપનાર અને મદદ કરવા માટે પૂરતો છે
وَقَالَ الَّذِينَ كَفَرُوا لَوْلَا نُزِّلَ عَلَيْهِ الْقُرْآنُ جُمْلَةً وَاحِدَةً ۚ كَذَٰلِكَ لِنُثَبِّتَ بِهِ فُؤَادَكَ ۖ وَرَتَّلْنَاهُ تَرْتِيلًا
અને ઇન્કાર કરનારાઓએ કહ્યું, કે આ પયગંબર પર સંપૂર્ણ કુરઆન એક સાથે જ ઉતારવામાં કેમ ન આવ્યું ? આવી જ રીતે અમે (થોડુંક થોડુંક કરી) અવતરિત કર્યું, જેથી આના વડે અમે તમારા હૃદયને મજબૂત રાખીએ. અમે આ કુરઆનને થોડુંક થોડુંક જ અવતરિત કર્યું છે
وَلَا يَأْتُونَكَ بِمَثَلٍ إِلَّا جِئْنَاكَ بِالْحَقِّ وَأَحْسَنَ تَفْسِيرًا
આ લોકો તમારી પાસે જે પણ ઉદાહરણ લાવશે, અમે તેનો સાચો જવાબ અને ઉત્તમ ઉકેલ તમને બતાવી દઇશું

Choose other languages: