Quran Apps in many lanuages:

Surah Al-Anfal Ayahs #15 Translated in Gujarati

إِذْ يُغَشِّيكُمُ النُّعَاسَ أَمَنَةً مِنْهُ وَيُنَزِّلُ عَلَيْكُمْ مِنَ السَّمَاءِ مَاءً لِيُطَهِّرَكُمْ بِهِ وَيُذْهِبَ عَنْكُمْ رِجْزَ الشَّيْطَانِ وَلِيَرْبِطَ عَلَىٰ قُلُوبِكُمْ وَيُثَبِّتَ بِهِ الْأَقْدَامَ
તે સમયને યાદ કરો જ્યારે અલ્લાહ તમને ઊંઘાડી રહ્યો હતો, પોતાના તરફથી શાંતિ આપવા માટે અને તમારા પર આકાશ માંથી પાણી વરસાવી રહ્યો હતો કે તે પાણી વડે તમને પવિત્ર કરી દે અને તમારા (હૃદયો) માંથી શેતાની વિચારને નષ્ટ કરી દે અને તમારા હૃદયોને મજબૂત કરી દે અને તમારા પગ અડગ કરી દે
إِذْ يُوحِي رَبُّكَ إِلَى الْمَلَائِكَةِ أَنِّي مَعَكُمْ فَثَبِّتُوا الَّذِينَ آمَنُوا ۚ سَأُلْقِي فِي قُلُوبِ الَّذِينَ كَفَرُوا الرُّعْبَ فَاضْرِبُوا فَوْقَ الْأَعْنَاقِ وَاضْرِبُوا مِنْهُمْ كُلَّ بَنَانٍ
તે સમયને યાદ કરો જ્યારે તમારો પાલનહાર ફરિશ્તાઓને આદેશ આપી રહ્યો હતો કે હું તમારો મિત્ર છું, તો તમે ઈમાનવાળાઓની હિંમત વધારો, હમણા જ ઇન્કાર કરનારાઓના હૃદયોમાં ભય નાખી દઉં છું, તો તમે ગળા પર મારો અને તેઓના સાંધાઓ પર પ્રહાર કરો
ذَٰلِكَ بِأَنَّهُمْ شَاقُّوا اللَّهَ وَرَسُولَهُ ۚ وَمَنْ يُشَاقِقِ اللَّهَ وَرَسُولَهُ فَإِنَّ اللَّهَ شَدِيدُ الْعِقَابِ
આ તે વાતની સજા છે કે તેઓએ અલ્લાહ અને તેના પયગંબરનો વિરોધ કર્યો અને જે અલ્લાહ અને તેના પયગંબરનો વિરોધ કરે છે તેને ખરેખર અલ્લાહ તઆલા સખત સજા આપનાર છે
ذَٰلِكُمْ فَذُوقُوهُ وَأَنَّ لِلْكَافِرِينَ عَذَابَ النَّارِ
હવે આ સજાનો (સ્વાદ) ચાખો અને જાણી લો કે ઇન્કાર કરનારાઓ માટે જહન્નમની યાતના નક્કી જ છે
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا لَقِيتُمُ الَّذِينَ كَفَرُوا زَحْفًا فَلَا تُوَلُّوهُمُ الْأَدْبَارَ
હે ઈમાનવાળાઓ ! જ્યારે તમે ઇન્કાર કરનારાઓ ની સામે આવી જાવ તો, તેઓને પીઠ ન બતાવો

Choose other languages: