Quran Apps in many lanuages:

Surah Aal-E-Imran Ayahs #146 Translated in Gujarati

أَمْ حَسِبْتُمْ أَنْ تَدْخُلُوا الْجَنَّةَ وَلَمَّا يَعْلَمِ اللَّهُ الَّذِينَ جَاهَدُوا مِنْكُمْ وَيَعْلَمَ الصَّابِرِينَ
શું તમે સમજી બેઠા છો કે તમે જન્નતમાં જતા રહેશો જો કે અત્યાર સુધી અલ્લાહ તઆલાએ આ જાહેર નથી કર્યુ કે તમારા માંથી જેહાદ કરવાવાળા કોણ લોકો છે અને ધીરજ કરવાવાળા કોણ છે
وَلَقَدْ كُنْتُمْ تَمَنَّوْنَ الْمَوْتَ مِنْ قَبْلِ أَنْ تَلْقَوْهُ فَقَدْ رَأَيْتُمُوهُ وَأَنْتُمْ تَنْظُرُونَ
યુધ્ધ પહેલા તો તમે શહીદ થવાની ઇચ્છા કરતા હતા, હવે તેને પોતાની આંખોથી પોતાની સામે જોઇ લીધું
وَمَا مُحَمَّدٌ إِلَّا رَسُولٌ قَدْ خَلَتْ مِنْ قَبْلِهِ الرُّسُلُ ۚ أَفَإِنْ مَاتَ أَوْ قُتِلَ انْقَلَبْتُمْ عَلَىٰ أَعْقَابِكُمْ ۚ وَمَنْ يَنْقَلِبْ عَلَىٰ عَقِبَيْهِ فَلَنْ يَضُرَّ اللَّهَ شَيْئًا ۗ وَسَيَجْزِي اللَّهُ الشَّاكِرِينَ
મુહમ્મદ સ.અ.વ. ફકત પયગંબર જ છે, તેમના પહેલા ઘણા પયગંબરો થઇ ચુકયા છે, શું જો તે મૃત્યુ પામે અથવા તો તે શહીદ થઇ જાય તો તમે ઇસ્લામ માંથી પોતાની એડી વડે ફરી જશો ? અને જે પણ ફરી જાય પોતાની એડીઓ વડે તે કદાપિ અલ્લાહ તઆલાનું કંઇ બગાડી શકવાનો નથી, નજીક માંજ અલ્લાહ તઆલા આભારીઓને સારૂ વળતર આપશે
وَمَا كَانَ لِنَفْسٍ أَنْ تَمُوتَ إِلَّا بِإِذْنِ اللَّهِ كِتَابًا مُؤَجَّلًا ۗ وَمَنْ يُرِدْ ثَوَابَ الدُّنْيَا نُؤْتِهِ مِنْهَا وَمَنْ يُرِدْ ثَوَابَ الْآخِرَةِ نُؤْتِهِ مِنْهَا ۚ وَسَنَجْزِي الشَّاكِرِينَ
અલ્લાહ ના આદેશ વગર કોઇ જીવ નથી મરી શકતું, નક્કી કરેલ સમય લખેલ છે, દુનિયાથી મુહબ્બત કરવાવાળાઓને અમે થોડીક દુનિયા આપી દઇએ છીએ અને આખેરતનો સવાબ ઇચ્છતા લોકોને અમે તે પણ આપીશું, અને ઉપકાર કરવાવાળાઓને અમે નજીક માંજ સારૂ વળતર આપીશું
وَكَأَيِّنْ مِنْ نَبِيٍّ قَاتَلَ مَعَهُ رِبِّيُّونَ كَثِيرٌ فَمَا وَهَنُوا لِمَا أَصَابَهُمْ فِي سَبِيلِ اللَّهِ وَمَا ضَعُفُوا وَمَا اسْتَكَانُوا ۗ وَاللَّهُ يُحِبُّ الصَّابِرِينَ
કેટલાય પયગંબરો સાથે મળી ઘણા અલ્લાહવાળા જેહાદ કરી ચુકયા છે, તેઓને પણ અલ્લાહના માર્ગમાં તકલીફ પડી, પરંતુ ન તો તેઓ હિમ્મત હાર્યા ન તો આળસુ બની ગયા અને ન તો તેમણે કમજોરી દાખવી અને અલ્લાહ ધીરજ રાખનારને (જ) પસંદ કરે છે

Choose other languages: